મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર રોડ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
SHARE








મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન શિબિર ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે યોજાઈ હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જીગ્નેશભાઈ અને વિજયભાઈ પારેધીની પ્રેરણાથી તથા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૩ ક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રક્તદાન શિબિરમાં સ્વ. જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પમાં ૬૩ રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ કાર્યક્રમ બદલ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર વ્યક્ત કર્યો હતો

