વાંકાનેરના લુણસર ગામે જુગાર રમતા 3 પકડાયા: મોરબી-માળીયામાં વરલીના આંકડા લેતા બે પકડાયા
ટંકારાના વીરપર ગામ પાસે કારખાને પાર્સલ આપવા ગયેલા કુરિયર વાળાને કારખાનેદારે ઝાપટો મારીને આપી મારી નાખવાની ધમકી
SHARE








ટંકારાના વીરપર ગામ પાસે કારખાને પાર્સલ આપવા ગયેલા કુરિયર વાળાને કારખાનેદારે ઝાપટો મારીને આપી મારી નાખવાની ધમકી
ટંકારાના વીરપર ગામની સીમમાં આવેલ કારખાને કુરિયર આપવા માટે ગયા હતા ત્યારે ઓફિસ બંધ હોવાથી ઓફિસ પાસે પાર્સલ મૂકીને કુરિયર વાળા જતા રહ્યા હતા જે બાબતનો ખાર રાખીને કારખાનેદાર દ્વારા કુરિયર આપવા આવેલ યુવાને સહિત બે વ્યક્તિઓને ગાળો આપવામાં આવી હતી અને ઝાપટો મારવામાં આવી હતી તેમજ હવે પછી ભૂલ કરશો તો જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મૂળ સુરતમાં રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 405 માં રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ વૈષ્ણવ (46)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રેયા ઘડિયાળના કારખાનાના માલિક રાકેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વીરપર ગામની સીમમાં ટંકારા-મોરબી રોડ ઉપર આવેલ મહેન્દ્રાના શોરૂમની પાછળના ભાગમાં શ્રેયા ઘડિયાળનું કારખાનું આવેલ છે અને ત્યાં ફરિયાદી તથા સાહેદ આરોપીના કારખાને કુરિયર પાર્સલની ડીલેવરી લેવા દેવા માટે આવતા જતા હોય છે દરમિયાન ફરિયાદી અને સાહેદને આરોપીએ કહ્યું હતું કે પરમ દિવસે તમો પાર્સલ કેમ ઓફિસની બહાર મૂકીને જતા રહ્યા હતા જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ઝાપટો મારી હતી જેથી કરીને ફરિયાદીને કાનના ભાગે ઇજા થયેલ છે અને સાહેદને મુંઢ ઇજા થઈ હતી અને આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે, “હવે પછી ભૂલ કરશો તો જીવતા નહીં જવા દઉં” જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
