મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને માળીયા તાલુકામાં જુગારની ચાર રેડમાં 7 શખ્સ પકડાયા


SHARE













મોરબી શહેર અને માળીયા તાલુકામાં જુગારની ચાર રેડમાં 7 શખ્સ પકડાયા

મહેન્દ્રનગર ગામે નાયરાના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને પકડવા આવેલ છે તેમજ મોરબી અને માળીયામાં વરલી જુગારની ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ ચાર શખ્સને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ગામે નાયરાના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિરેનભાઈ અમૃતલાલ વસીયાણી (42) રહે. મહેન્દ્રનગર, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા (59) રહે. ઉમા ટાઉનશીપ રોયલ હાઇટ્સ મોરબી, મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા (58) રહે. મહેન્દ્રનગર તથા સુરેશભાઈ દેવશીભાઈ ઝાલરીયા (55) રહે. રવાપર રોડ વિહાન વીલા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,400 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે

વરલી જુગાર

મોરબીમાં વાઘપરા શેરી નં- 8 ના ખૂણા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા જ્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દિપકભાઈ રામજીભાઈ કારીયા (51) રહે વાઘપરા શેરી નં- 8 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી રોકડા 4,000 રૂપિયા કબજે કર્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો

માળીયા તાલુકામાં વરલી જુગારની ત્રણ રેડ

માળીયાના વવાણિયાથી બગસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ઈરફાનભાઇ બીરભાઈ પઠાણ રહે. વવાણીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયા રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. જયારે બીજી રેડ માળીયાની મેન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં કરી હતી ત્યાંથી સમીરભાઈ ઉમરભાઈ મોવર (20) રહે. માળિયા વાળો 450 ની રોકડ સાથે ઝડપાયો હતો આ ને ત્રીજી રેડ ખાખરેચી ગામના પાટીયા પાસે કરી હતી ત્યાં સિકંદરભાઈ કરીમભાઈ પલેજા (27) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ ત્રણેય જુગારના ગુના માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News