મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો
SHARE
મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો
મોરબીના ઘૂળકોટ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ અનુસૂચિત જાતિના મહિલાને ત્રણ શખ્સો દ્વારા જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને સોરિયાના હાથા વડે મહિલાને વાસાના ભાગે માર મારીને “આને મૂકવી નથી” તેવું કહીને તેને ધમકી આપી હતી અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂળકોટ ગામે અનુસૂચિત જાતિવાસમાં રહેતા નીમુબેન રમણીકભાઈ પરમાર (45)એ હાલમાં જેરામભાઈ ચકુભાઈ રાઠોડ, નરેશભાઈ જેરામભાઈ રાઠોડ અને લાલભાઈ જેરામભાઈ રાઠોડની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે એકાદ મહિના પહેલા ધુળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં તેઓ ગયેલા હતા તે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદી મહિલા જ્યારે જેરામભાઈ રાઠોડની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને આપણા મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમ કહીને હાથમાં સોરીયા લઈને આવીને તેના હાથા વડે ફરિયાદી મહિલાને વાસાના ભાગે મારમાર્યો હતો અને “આને મૂકવી નથી” તેમ કહીને ધમકી આપીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ઇજા પામેલ બાળક સારવારમાં
મોરબીના ભડીયાદ ગામે રહેતા દિવ્યેશભાઈ ભોજવીયાનો 10 વર્ષનો દીકરો પરિન લાતી પ્લોટ વિસ્તારમાં બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.