મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જિલ્લાના બાળકોને ધો. ૧૧ માં જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ
SHARE








મોરબી જિલ્લાના બાળકોને ધો. ૧૧ માં જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત વાંકાનેર તાલુકાનાં કોઠારીયા પાસે આવેલ પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાલી રહેલા જગ્યાઓ માટે (શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
મોરબી જિલ્લાની શાળાઓમાં ધો. ૧૦ પાસ કરેલ અને ચાલુ વર્ષે ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ www.navodaya.gov.in અથવા https://forms.gle/1qVCDx4oScpe8FpE9 ગુગલ ફોર્મ દ્વારા અથવા વિદ્યાલય ખાતે તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.
મોરબી જિલ્લાના ખેડૂતોને દિવેલાના પાકમાં બિયારણ માટે સરકાર દ્વારા સહાય કરાશે
ભારત સરકારશ્રીની તેલીબિયાં પાકોનો વ્યાપ વધારવા માટેની યોજના NMEO Oil seed માં દિવેલા પાકમાં પ્રમાણિત બીજ વિતરણ - ૧૦૦% સહાય (ભારત સરકારશ્રી અથવા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ પ્રમાણિત બીજની કિંમતની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર માટે) રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને કચ્છ જિલ્લાના ખેડુતોને એક હેક્ટરની મર્યાદામાં લાભ મળે તે હેતુથી રાજ્યના ખેતીવાડી ખાતા મારફત સહાયિત બિયારણ વિતરણ કાર્યક્રમ શરૂ થયેલ છે. આથી જેતે જિલ્લાના દિવેલા - એરંડા પકવતા ખેડૂતોને વધુમાં વધુ તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ વિતરણ મર્યાદિત સમય માટે જ હોવાથી વધુમાં વધુ ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા પોતાના ગામના ગ્રામ સેવકશ્રી / તાલુકાના વિસ્તરણ અધિકારી – ખેતી / મદદનિશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા રાજકોટ વિભાગ સંયુક્ત ખેતી નિયાકમ(વિ.)ની યાદીમાં જણાવાયું છે.
