મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE









મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જુદીજુદી જગ્યાએ ઓવર બ્રિજ બનાવવામાં આવે તેના માટે અને નેશનલ હાઇવે રોડ ઉપર જુદીજુદી જગ્યાએ જંકશન બનાવવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ ગંભીર છે. જયારે ટ્રાફિકજામ થાય છે. ત્યારે એમ્બ્યુલન્સ, સ્કુલ વાહનો પણ સમયસર પહોચી શકતા નથી જેથી દર્દીઓમ વિધાર્થીઓ, નગરજનો સહિતના લોકો હેરાન થાય છે જેથી જુદીજુદી જગ્યાઓએ નવા ઓવરબ્રીજ બનાવવા આવે તો મોરબીની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે.
જેમાં ખાસ કરીને શનાળા રોડ પર ઉમિયા સર્કલ, રવાપર ચાર રસ્તા, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, રફાળેશ્વર અને સરતાનપર ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવે અને ભરતનગર, ટીંબડી, લખધીરપુર રોડ પાસે જંકશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત મચ્છુ નદી ઉપર સામાકાંઠાને જોડતા અરુણોદયમિલથી ધોળેશ્વર સમશાન સુધીનો બ્રિજ, જુલતા પુલથી રામઘાટને જોડતો બ્રીજ અને ભડિયાદથી લીલાપર રોડને જોડતો બ્રીજને પણ બનવવામાં આવે તો મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમ છે.
