મોરબી જિલ્લામાં ૧થી ૮ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરાશે
માળીયા (મી)માંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ પકડાયો
SHARE
માળીયા (મી)માંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ પકડાયો
માળીયા (મી)માં આવેલ ભોડી વાંઢ વિસ્તારમાં મોટા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા (મી)ના પીઆઈ કે.કે.દરબારની સુચના મુજબ સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે દરમિયાન પંકજભાઈ અને બીપીનભાઈને મળેલ બાતમી આધારે મોટાપીરની દરગાહ પાસેથી ભોડી વાંઢ વિસ્તારનો રહિસ સદ્દામભાઈ નોતિયાર પસાર થઈ રહ્યા હોય તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સદ્દામ હબીબભાઈ નોતીયાર (૩૩) રહે. ભોડી વાંઢ વિસ્તાર માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ કરી છે