ટંકારામાં રહેતા તલાટી મંત્રીને ભારતની હોટલ-રિસોર્ટમાં સુવિધા આપવાની લાલચ આપીને 50 હજારની છેતરપિંડી
હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રેક ટ્રેલર સાથે કાર અથડાતાં યુવાનનું મોત, એકને ઇજા
SHARE








હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રેક ટ્રેલર સાથે કાર અથડાતાં યુવાનનું મોત, એકને ઇજા
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલો હોટલ સામેથી યુવાન કાર લઈને જઈ રહ્યો હતો દરમિયાન કાર ટ્રક ટ્રેલર સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં કારમાં બેઠેલ બે વ્યક્તિને ઇજા થયેલ હતી દરમ્યાન બે પૈકીનાં એક યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને કાર ચલાવી રહેલા યુવાને પેટ અને શરીરમાં ઇજા થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે
હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અમૃતભાઈ મોહનભાઈ મોટકા (69) એ હાલમાં કાર નંબર જીજે 36 એલ 6415 ના ચાલક મેહુલભાઈ રમણીકભાઈ મોટકા રહે.ઉમિયા પાર્ક હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ માળીયા હાઈવે રોડ પર આવેલ હોટલ વનવગડો સામેથી આરોપી પોતાના હવાલા વાળી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે માળીયાથી હળવદ તરફ આવી રહેલ ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટીએ 1520 સાથે આરોપીએ તેની કાર અથડાવી હતી જેથી કારમાં બેઠેલ ફરિયાદીના કૌટુંબિક ભાઈ કેતનકુમાર હરજીવનભાઈ પટેલ (43) ને શરીરે ગંભીર ઇજા થયેલ હોવથી તેનું મોત નીપજયું હતું અને જ્યારે ફરિયાદીને ડાબા પગમાં ફેક્ચર તેમજ પેટમાં અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવમાં ભોગ બનેલ યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
