મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય
SHARE







મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય
મોરબીમાં 11 સભાસદથી શરૂ થયેલી અને હાલ 452 સભાસદો ધરાવતી અને છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે ચાલતી ગ્રામ્ય શિક્ષક મંડળી મોરબી જે શિક્ષકો માટેની, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી મંડળી છે, શિક્ષક શરાફી મંડળી છેલ્લા 34 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી હાલ 452 સભાસદો ધરાવતી અને શિક્ષકો માટે મોટાભાઈની ગરજ સારતી મોરબી (ગ્રામ્ય ) શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં સામાન્ય ચૂંટણી યોજાઇ હતી જેમાં "સહકાર પેનલ" નો જંગી બહુમતી સાથે ભવ્ય વિજય થયેલ છે.
સહકાર પેનલના અંકિતભાઈ જોષી, જીજ્ઞેશ રાબડીયા, મનીષ ચાડમિયા, ભાવેશ કાલરીયા, ધર્મેન્દ્રભાઈ કાવઠિયા, અશ્વિન ગોધવિયા, રજનીશ દલસાણીયા, પિન્ટુભાઈ કૈલા, ધવલ સરડવા, સતિષભાઈ દેત્રોજા, નીતિન દેથરીયા, વિજય પડસુંબિયા, નરેશ દેત્રોજાને સભાસદ /મતદાર શિક્ષક ભાઈઓ બહેનોએ જંગી મતદાન સાથે જંગી બહુમતીથી વિજય અપાવ્યો હતો. જ્યારે મનીષાબેન સરડવા, મનીષાબેન ગડારા, મહિલા અનામત સીટ પરથી બિનહરીફ જાહેર થયેલ છે.જ્યારે ગૌતમ ટૂંડિયા અ.જા. અનામત સીટ પરથી બિનહરીફ જાહેર થયેલ છે. આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત "સહકાર પેનલ"નો ભારે બહુમતી સાથે ભવ્ય વિજય થયેલ છે. પેનલના સૌ ઉમેદવારોએ સૌ સભાસદ મતદાર ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરી મંડળીને વધુ સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
