મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
મોરબીમાં લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીનો નવો બ્રિજ બનાવવા કોંગ્રેસની સહી ઝુંબેશ: ભાજપે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનો કર્યો આક્ષેપ
SHARE
મોરબીમાં લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીનો નવો બ્રિજ બનાવવા કોંગ્રેસની સહી ઝુંબેશ: ભાજપે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનો કર્યો આક્ષેપ
મોરબીમાં લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીનો બ્રિજ બનાવવા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવી હતી અને લીલાપર ચોકડીએ કોંગ્રેસનાં જિલ્લા અને શહેરના પ્રમુખ સહિતના કોંગ્રેસનાં આગેવાનોએ 1800 થી વધુ લોકોની નવા બ્રિજ માટે સહીઓ લીધી હતી જેના આધારે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતું જોકે, ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ કર્યો છે.
તાજેતરમાં મોરબીમાં વીસીપરાથી વેજીટેબલ રોડ સુધી મચ્છુ નદી ઉપર નવો બ્રિજ મંજુર કરવામાં આવેલ છે જો કે, લીલાપર સ્મશાનથી ભડિયાદ સુધીનો નવો બ્રિજ બનાવવા આવે તો શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ જાય તેમ છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા સોમવારે સવારે લીલાપર ચોકડી પાસે ઉભા રહીને નવા બ્રિજ માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારે જિલ્લાના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કાલરિયા, ભૂપતભાઇ ગોધાણી, મહેશભાઇ રાજકોટિયા, લલિતભાઈ કાસુન્દ્રા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને વાહન ચાલકોને રોકીને તેઓની સહીઓ નવા બ્રિજ માટે લેવામાં આવે હતી અને અંદાજે 1800 જેટલા લોકોએ સહી કરી હતી તેના આધારે હવે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને નવા બ્રિજ માટે રજૂઆત કરવામાં આવશે તેવું કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે.
જો કે, મોરબીમાં કોગ્રેસ દ્વારા લીલાપર સ્મશાનથી ભડીયાદને જોડતો બ્રિજ બનાવવા માટે સહી ઝુંબેશ કરવામાં આવી હતી તે બાબતે મોરબી શહેર ભાજપના પ્રમુખ રીષીપભાઈ કૈલાએ જવાબ આપતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે. કોગ્રેસ એ વાતથી અજાણ છે કે ભાજપના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપ દ્વારા આ અંગે અગાઉ રજૂઆત કરી છે તેમજ મનપા દ્વારા 160 કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે. તેમજ આંતરિક મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની મંજૂરી માટે આગળ મોકલાવેલ છે. જેથી ટૂંક સમયમાં આ કાર્ય શરૂ થઈ જવાનું છે ત્યારે કોંગ્રેસને સાચી રાજનીતિ કરવા અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ ભાજપના શહેર પ્રમુખે ટકોર કરી છે.