મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈને જેલ હવાલે કરતી પોલીસ
મોરબીના બેલા ગામ પાસેથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ: 2.36 લાખનો મુદામાલ કબ્જે
SHARE
મોરબીના બેલા ગામ પાસેથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ: 2.36 લાખનો મુદામાલ કબ્જે
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર બેલા ગામના બસ સ્ટેશન પાસેથી ઇકો ગાડી પસાર થઈ હતી જે ઈકો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી કુલ મળીને 180 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ તથા ઈકો ગાડી મળીને ₹2,36,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે તથા દારૂ મોકલાવનાર અને મંગાવનારના નામ સામે આવ્યા હોય ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામના બસ સ્ટેશન પાસેથી ઇકો ગાડી નંબર જીજે 36 એલ 1769 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકી ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાંથી જુદા જુદા બાચકામાં કુલ મળીને 180 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 36,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,36,000 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં ઇકો ગાડીના ચાલક ઇમરાન ફતેહમામદ ખોડ (38) રહે. રણછોડનગર સાંઈબાબા મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂ મોકલાવનાર તરીકે ઇમરાન મિયાણા અને દારૂ મંગાવનાર તરીકે સદ્દામ જામ રહે બંને મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો છે અને દારૂ મોકલાવનાર તેમજ મંગાવનારને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.