મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

જેતપુર તાલુકામાં ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી કરનારા ઝડપાઇ ગયા, CCTV કેમેરા ન રાખવા તે CWC ની ગંભીર બેદરકારી: નાફેડના ડાયરેક્ટર મોહનભાઇ કુંડારીયા


SHARE









જેતપુર તાલુકામાં ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી કરનારા ઝડપાઇ ગયા, CCTV કેમેરા ન રાખવા તે CWC ની ગંભીર બેદરકારી: નાફેડના ડાયરેક્ટર મોહનભાઇ કુંડારીયા

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થયેલ છે જે બાબતે નાફેડના ડાયરેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના બાબતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે જો કે, જે ગોડાઉનમાંથી ચોરી કરવામાં આવેલ છે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા જે સીડબલ્યુસી ની ગંભીર બેદરકારી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેને સીડબલ્યુસી ના ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે અને મગફળીના જથ્થામાં અવારનવાર આગ લાગવાની ઘટના તથા મગફળીના જથ્થાની ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ના જેતલસર ગામ પાસે સીડબલ્યુસી નું ગોડાઉન આવેલ છે તે ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાંથી 1212 ગુણી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે તેવી માહિતી નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારીયા દ્વારા આપવામાં આવી હતી અને તેમના કહેવા મુજબ સીડબલ્યુસી ના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં આગ લાગે અથવા ચોરી થાય આવી કોઈ પણ ઘટના હોય તો તેના માટે સીડબલ્યુસી જવાબદાર હોય છે તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી જોકે જે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે તેમાં મોટા માથાનો હાથ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને ચોરી થઈ તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જે સીડબલ્યુસી ની ગંભીર બેદરકારી છે.




Latest News