મોરબીની અણિયારી ચોકડી પાસેથી બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બે ભેંસ-એક પાડું લઈ જતાં એક શખ્સો પકડાયો
મોરબીના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત કુલ 13 શખ્સ 3.30 લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE
મોરબીના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત કુલ 13 શખ્સ 3.30 લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબીના જાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 13 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ₹1,45,600 ની રોકડ તથા 12 મોબાઈલ ફોન આમ કુલ મળીને 3,30,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા શક્તિસિંહ જાડેજા તથા રમેશભાઈ મુંધવાને મળેલ ખાનગી બાતમી આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ વઘોરાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી કિશોરભાઈ રામજીભાઈ વઘોરા ઉપરાંત દિલીપભાઈ ચંદુભાઈ નિમાવત રહે. રફાળેશ્વર, જીગરભાઈ નટુભાઈ ચૌહાણ રહે. જાંબુડીયા, અશ્વિનભાઈ નટુભાઈ ચૌહાણ રહે. જાંબુડીયા, કિશનભાઇ ગોવિંદભાઈ વાઘેલા રહે. ભેરડા, દિનેશભાઈ રામગણેશભાઈ ગુપ્તા રહે. જાંબુડીયા, મહેશભાઈ અશોકભાઈ સોલંકી રહે. જાંબુડીયા, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશ શર્મા રહે. ઉંચી માંડલ, હિંમતભાઈ પુંજાભાઈ ચાવડા રહે. જાંબુડીયા, બળવંતભાઈ શામજીભાઈ વાઘેલા રહે. ભેરડા, નરેશભાઈ ભરતભાઈ ગોહિલ રહે. રફાળેશ્વર, હરેશભાઈ હમીરભાઇ બેડવા રહે. વાંકાનેર અને મનોજભાઈ રામજીભાઈ મકવાણા રહે. વીરપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 1,45,600 ની રોકડ તેમજ 12 મોબાઇલ જેની કિંમત 1,85,000 આમ કુલ મળીને 3,30,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.