વાંકાનેરના વેપારી સાથે જોબ વર્કના બહાને 48 લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપી જેલ હવાલે
હર ઘર તિરંગા અભિયાન: મોરબીમાં ૧૨ ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
SHARE








હર ઘર તિરંગા અભિયાન: મોરબીમાં ૧૨ ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ, નવા બસસ્ટેન્ડ, સુઘી યોજાનાર છે.
આ તિરંગા યાત્રા મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સાજે ૦૫:૦૦ કલાકે પ્રસ્થાન થશે અને સરદાર વલ્લ્ભભાઇ પટેલના સ્ટેચ્યુ ખાતે પુર્ણ થશે. આઝાદ ભારતને હવે વિકસીત ભારત બનાવવા તથા રાષ્ટ્રઘ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા તમામ નાગરિકોએ આ તિરંગા યાત્રા સ્વયંભુ ઉપસ્થિત રહેવા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવે છે. આ તિરંગા યાત્રાના રૂટ પર મોરબી મહાનગરપાલિકા ખાતે ડો.બાબા સાહેર આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવશે. આ રેલીમાં શહેરની જુદી જુદી ખાનગી તેમજ સરકારી શાળાના બાળકો દેશભકિતને અનુરૂપ વિવિઘ વેશભુષા સાથે તિરંગા યાત્રામાં જોડાઇ તિરંગા યાત્રાનું ગૌરવ વઘારશે. આ તિરંગા યાત્રામાં મોરબી જિલ્લાના સાંસદઓ તથા ઘારાસભ્યઓ સહિતના મહાનુભાવો સહિત આશરે ૨૫૦૦ જેટલા નાગરિકો જોડાવવાના છે. જિલ્લાના નગરજનોએ પોતાની દેશભાવના સમજી આ તિરંગા યાત્રામાં જોડાવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન
આઝાદીના ૭૯ માં વર્ષના ભાગરૂપે પ્રજાના હૃદયમાં દેશભક્તિની લાગણી ઉત્પ્રેરિત કરવા તથા તિરંગા વિશે જાગૃતિ ફેલાવી તેની સાથે વ્યક્તિગત જોડાણ કરવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે મોરબીમાં પણ વિવિધ કાર્યક્રમોનું યોજાઈ રહ્યા છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઇવ તથા જિલ્લાની શાળાઓ તથા કોલેજમાં દેશભક્તિની થીમ પર વિવિધ સ્પર્ધાઓ સહિતના યોજાઈ રહેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ૧૨ ઓગસ્ટના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવનાર છે જે બાબતે પૂર્વ તૈયારીઓ કરવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી સહિતના હાજર રહ્યા હતા
