સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા
મોરબી વાવડી રોડ મીરા પાર્ક પાસેથી ૯૬ બોટલ સાથે ત્રણ પકડાયા
SHARE








મોરબી વાવડી રોડ મીરા પાર્ક પાસેથી ૯૬ બોટલ સાથે ત્રણ પકડાયા
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલી બાતમીને આધારે મોડી રાત્રિના ત્રણેક વાગ્યે મોરબીના વાવડી રોડ મીરા પાર્કના નાકા પાસે વોચ ગોઠવીને ત્યાંથી બે કારમાં દારૂની હેરાફેરી પકડી પાડવામાં આવી હતી. હાલમાં ૯૬ બોટલ દારૂ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને એક મોબાઇલ ધારકને શોધવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડિ-સ્ટાફના હિતેશભાઈ ચાવડા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે મોરબી એ ડિવિઝન ડી-સ્ટાફના માણસો દ્વારા મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્કના ખૂણા પાસે રાતના ત્રણેક વાગ્યાના અરસામાં વોચ ગોઠવવામાં આવી હતી.ત્યારે ત્યાંથી બાતમી મુજબની બ્રેઝા કાર નંબર જીજે ૩૮ બી ૩૭૦૭ નીકળી હતી તેને તથા બોલેરો કાર નંબર જીજે ૩ ઇઆર ૪૩૪૭ નીકળતા બંને વાહનોને અટકાવીને ચેક કરવામાં આવતા કારમાંથી ૯૬ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂા.૧,૨૪,૮૦૦ ની કિંમતનો દારૂ તથા રૂપિયા નવ લાખની કિંમતની બે કાર મળી હાલ કુલ રૂા.૧૦,૨૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી કિશનસિંહ ઉમેદસિંહ સિસોદિયા દરબાર (૩૧ હાલ રહે.ગાયત્રીનગર વાવડી રોડ મોરબી મૂળ રહે.નિમ્બાવાસ તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન, પ્રતિપાલસિંહ મહેશસિંહ રાણા (૨૨)હાલ રહે. મીરા પાર્ક વાવડી રોડ મોરબી મૂળ રહે.ભાલાળા તા.લખતર જી.સુરેન્દ્રનગર અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ દરબાર (૨૪) રહે. હાલ જિલ્લા પંચાયત ઓફિસ સામે ઘંટી વાળી શેરી સુરેન્દ્રનગર મળી આવ્યા હોય ત્રણેયની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે મોબાઈલ નંબર ૭૭૨૯૮ ૦૨૯૨૯ ના મોબાઈલ ધારકને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.હાલ ચારેય સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ જથ્થો ક્યાંથી આવ્યો હતો ? અને અહીંયા કોને પહોંચાડવાનો હતો ? તે સહિતની દિશામાં હાલ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
અકસ્માત બનાવોમાં સારવારમાં
વાંકાનેરના ભીમગુડા ગામે રહેતા પરિવારનો છનાભાઇ રાજેશભાઈ વિંજવાડીયા નામનો સાત વર્ષનો બાળક મોટર સાયકલ પાછળ બેસીને જતો હતો ત્યારે ગામ નજીક ક્રોઝવે પાસે બાઈક સ્લીપ થતા પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ઘુંટુ ગામે રહેતા ગણેશભાઈ સોમાભાઈ વખતોડા (૪૫) નામનો યુવાન માટેલ નજીક ઊંચાઈએથી નીચે પડી જતા સારવાર માટે સિવિલે લવાયો હતો.
તેમજ મોરબીના દરબારગઢ દોશી હાઈસ્કૂલ પાસે રહેતા ચેતનભાઇ ધીરજલાલ મહેતા નામના ૭૨ વર્ષના વૃદ્ધ બાઈકમાંથી પડી જતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તો મોરબી વીસીપરામાં રહેતો સુનિલ કાનજીભાઈ ઝાસલિયા નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈકમાં જતા સમયે પડી ગયો હોય જમણા હાથે ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો અને મોરબી શનાળા રોડ હનુમાન મંદિર પાસે એકટીવાના ચાલકે ટક્કર મારતા રંજનબેન હરિલાલ વરમોરા (૬૫) રહે.નાની કેનાલ પાસે જીઆઇડીસી પાછળને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ન્યુ આલાપ પટેલવગર પાસે રહેતા જાનુબેન છગનભાઈ નકુમ નામના ૬૦ વર્ષના વૃદ્ધા રવાપર ગામના ઝાંપા પાસે બાઈકમાંથી પડી ગયેલા હોય અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
