મોરબીના ત્રાજપર અને જનકપુરીમાં જુગારની બે રેડ, ૪ મહિલા સહિત ૧૪ પકડાયા
સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા
SHARE







સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા
રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ રાપર તાલુકાનાં લોધ્રાણી BSF પોષ્ટ કુડા ૮૪ બટાલીયન કોસ્ટલ એરિયામાં ભાજપા મંડલ, વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને રાપર વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન ત્યોહારની ઉજવણી કરી છે.
ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેનના સુખ દુખમાં સહભાગી થવાનો વચન આપે છેતેમ જણાવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે.પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણામાં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઇ છે.રક્ષા બંધનના વતનથી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે
વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે.દરેક જવાનોને મીઠાઇના બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ તથા સહભોજન લીધું હતું. આ પ્રસંગે સી.ઓ ૮૪ બટાલિયન બી.એસ.એફ. અનિલ કુમાર યાદવ અક્ષય શર્માએ આવકાર આપી બટાલિયન જવાનોનો પરિચય આપ્યો હતો.બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશિષ પાઠવ્યા હતા.કલાકારોએ શૌર્ય ગીત તથા રક્ષાબંધનના ગીતો ગાયા હતા.બહેનો સાથે બી.એસ.એફ. માં સરહદે ફરજ બજાવતી બહેનોએ ગરબા રમી સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો.
