હળવદ-ટંકારા તાલુકામાં જુગારની બે રેડ: 11 શખ્સો 1.52 લાખની રોકડ સાથે પકડાયા
SHARE








હળવદ-ટંકારા તાલુકામાં જુગારની બે રેડ: 11 શખ્સો 1.52 લાખની રોકડ સાથે પકડાયા
હળવદના ઈશ્વરનગર ગામની સીમ, ભવાનીનગર વિસ્તાર અને ટંકારામાં જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 11 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે કુલ મળીને 1,52,300 ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના ઈશ્વરનગર ગામની સીમમાં તલાવડીની પાળ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણસિંહ દિપકસિંહ ચૌહાણ (56) રહે. હરીનગર હળવદ, હીરજીભાઈ લખમણભાઇ સરાવાડીયા (55) રહે. ઈશ્વરનગર, અશોકભાઈ નાનજીભાઈ વઢરકીયા (40) રહે. ગૌરી દરવાજા હળવદ, બાબુલાલ ગોવિંદભાઈ રાઠોડ (54) રહે. જૂના ધનાળા, પરસોત્તમભાઈ શંકરભાઈ હડિયલ (48) રહે. ગૌરી દરવાજા હળવદ અને જયંતીભાઈ ઠાકરશીભાઈ તારબુંદીયા (39) રહે. કણબીપરા પિંજારા વાળી શેરી હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,26,600 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે હળવદના ભવાનીનગર વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કાંતિલાલ ઉર્ફે કમલેશ ચતુરભાઈ સોનાગ્રા, વિપુલભાઈ વાલજીભાઈ રાઠોડ અને મેહુલભાઈ દિનેશભાઈ સીતાપરા રહે. બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 21,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
ટંકારા જુગાર
ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીક ગાત્રાળ ટી સ્ટોલની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જેસીંગભાઇ કાળુભાઈ ગોહિલ (32) અને મહેબૂબભાઈ ગનીભાઈ પીલુડિયા (32) રહે. બંને ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
