હળવદ-ટંકારા તાલુકામાં જુગારની બે રેડ: 11 શખ્સો 1.52 લાખની રોકડ સાથે પકડાયા
વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ચાર રેડ: 24 શખ્સો 1,72,840 ની રોકડ સાથે પકડાયા
SHARE








વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ચાર રેડ: 24 શખ્સો 1,72,840 ની રોકડ સાથે પકડાયા
વાંકાનેર શહેર અને તાલુકામાં જુગારની ચાર રેડ કરી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને 24 શખ્સો પકડાયેલ છે અને તેની પાસેથી પોલીસે 1,72,840 ની રોકડ કબ્જે કરેલ છે અને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દીપકભાઈ કનુભાઈ કડીવાર (33), જયપાલભાઈ ઉર્ફે જેકી ભીખુભાઈ કડીવાર (25), સુનિલભાઈ ભીખુભાઈ કડીવાર (25), વીરુભાઈ ખેંગારભાઈ કડીવાર (26), અમિતભાઈ વિજુભાઈ કડીવાર (44), અમરભાઈ ખેંગારભાઈ કડીવાર (22), શંકરભાઈ રમેશભાઈ સોલંકી (26), મોહનભાઈ અવચરભાઈ લોરીયા (32) અને કલ્યાણભાઈ નવીનભાઈ કુંઢીયા (38) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 70,500 ની રોકડ કબજે કરી હતી. તો વાંકાનેરમાં જુગારની બીજી રેડ આરોગ્યનગર એસટી ચોકમાં કરવામાં આવી હતી ત્યારે જુદા જુદા ચિત્રોના આધારે ચકલા પોપટનો જુગાર રમતા કાનજીભાઈ ઉર્ફે કાનો ભવાનભાઇ ફાંગલીયા (25) રહે. તીથવા અને ધર્મેશભાઈ ઉર્ફે ધમો જગદીશભાઈ સરવૈયા (23) રહે. આરોગ્યનગર શેરી નં-9 વાંકાનેર વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 2,740 ની રોકડ કબજે કરી હતી તો વાંકાનેરમાં જુગારની ત્રીજી રેડ નવાપરા ખડીપરા વિસ્તારમાં કરવામાં આવી હતી અને ત્યાં જુગાર રમતા સુખદેવભાઈ સીદીભાઈ ચારોલીયા (35), અજયભાઈ બચુભાઈ ભોજયા (31) અને રોહિતભાઈ ભુપતભાઇ આધરોજીયા (19) રહે બધા નવાપરા ખડીપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,360 રૂપિયાની રોકડ કબજે કરી હતી
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં હાઇવે રોડ ઉપર બાબા રામદેવ હોટલ પાસે ભંગારના ડેલા નજીક જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા (30), રવિભાઈ વિરમભાઈ માલકીયા (22), રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ (30), મુકેશભાઈ કાળુભાઈ ખીટ (25), અજયભાઈ ખોડાભાઈ દેગામા (30), પ્રતિકસિંહ જનકસિંહ ઝાલા (30), નાસીરભાઈ હુસેનભાઇ શાહમદાર (35), ઈમ્તિયાઝભાઈ હુસેનભાઇ શાહમદાર (35), સલમાનભાઈ યુસુફભાઈ કાજી (19) અને ભાવેશભાઈ મનસુખભાઈ નિમાવત (22) રહે. બધા વાંકાનેર તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 97,240 ની રોકડ કબજે કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
