મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખારીમાં જુગાર રમતા બે પકડાયા


SHARE









મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખારીમાં જુગાર રમતા બે પકડાયા

મોરબીના રંગપર ગામ પાસે આવેલ ઓરા પ્રિન્ટ પેક નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં પેપર રોલ ઉતારવા માટેનું કામ કરી રહ્યો હતો દરમિયાન વજનદાર પેપર રોલ તેના માથા અને શરીર ઉપર પડવાના કારણે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામની સીમમાં ઓરા પ્રિન્ટ પેક નામના કારખાનામાં હાલમાં રહેતો અને મૂળ એમપીનો રહેવાસી સુરજ રાજુભાઈ ભીલાડા (21) નામનો યુવાન ગઈકાલે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કારખાનેની અંદર પેપર રોલ ઉતારવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન વજનદાર પેપર રોલ યુવાનના માથા અને શરીર ઉપર પડવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

જુગાર રમતા બે પકડાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરે પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશ્વિનભાઈ દેવકરણભાઈ બારૈયા (36) અને દેવજીભાઈ ગોવિંદભાઈ રાઠોડ (27) રહે. બંને ત્રાજપર ખારી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1880 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News