મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે દૂકાનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી


SHARE









મોરબીના બેલા ગામ પાસે દૂકાનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ.) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષમાં દુકાને તસ્કરોએ નિશાન બનાવી હતી અને અજાણ્યા પાંચ શખ્સો દ્વારા મોટર રીવાઇડીંગની દુકાનમાંથી નવા અને જૂના કોપર વાયર તથા વેસ્ટ કોપરના વાયર સહિત કુલ મળીને 1.42 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે જયારે ટંકારાના ઘુનડા (સ) ગામે તળાવમાંથી પાણી ખેંચવા માટે મૂકવામાં આવેલ ઈલેક્ટ્રીક મોટરના 20 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ રોડ દુધેશ્વર હાઈટ્સ ખાતે રહેતા વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયા (30)એ અજાણ્યા પાંચ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ખોડીયાર કોમ્પલેક્ષમાં તેઓની શ્રી મેલડી કૃપા નામની મોટર રીવાઇડીંગની દુકાન આવેલી છે આ દુકાનને તસ્કરોએ ગત તા 7/4 ના રોજ નિશાન બનાવી હતી અને ત્યારબાદ દુકાનની અંદર પ્રવેશ કરીને ત્યાંથી નવા અને જૂના કોપર વાયર તથા વેસ્ટ કોપર વાયર આમ કુલ મળીને 100 કિલો કોપર વાયરનો જથ્થો તથા હાઇડ્રોલિક પૂલર અને નાના-મોટી સાઈઝના એસ.એસ.ના બેરિંગ પાંચ કાર્ટુન આમ કુલ મળીને 1,42,800 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની હાલમાં ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા 5 શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઘુનડા (સ) ગામેથી કોપર વાયરની ચોરી

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (45) એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઘુનડા (સ) ગામની સીમમાં ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાંથી પાણી ખેંચવા માટે ઈલેક્ટ્રીક મોટર તેઓ દ્વારા મૂકવામાં આવી હતી અને તે ઇલેક્ટ્રીક મોટરના કોપર વાયર 150 ફૂટ જેનો વજન 20 કિલો થાય છે તે 6,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News