મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા


SHARE









મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાના સામેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં  યુવાનને ઘૂંટણ નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું અને પગનો એક અંગૂઠો કપાઈ ગયો હતો તેમજ કોણીનો ગોળો તૂટી ગયો હતો અને દાંત તથા આંખ પાસે પણ ઈજાઓ થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ  નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળિયા ફાટક ચોકડી પાસે વસુંધરા હોટલની પાછળના ભાગમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં મસ્જિદની બાજુમાં રહેતા સલીમભાઈ હાજીભાઈ પલેજા (51) એ કાર નંબર જીજે 36 એપી 7594 ના ચાલક સુમિતભાઈ ચતુરભાઈ કૈલા રહે, ઘુટું વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો મકબુલ પોતાનું બાઈક નંબર જીજે 36 સી 6127 લઈને ગત તા. 19/6 ના રોજ બપોરે 2:15 વાગ્યાના અરસામાં જુના ઘુટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં મકબુલને જમણા પગના ઘૂંટણની નીચેના ભાગમાં ફ્રેક્ચર, પગનો અંગૂઠો કપાઈ ગયો, જમણા હાથની કોણીનો ગોળો તૂટી ગયો, દાંત અને જમણી આંખ પાસે ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News