મોરબીના સામાકાંઠે એસીડ પી જતા પરણીતા સારવારમાં
SHARE








મોરબીના સામાકાંઠે એસીડ પી જતા પરણીતા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઈવે સિરામીક સીટી પાછળ આવેલા ઉમીયાનગરમાં રહેતા સપનાબેન રાહુલભાઈ ગમારા નામની 23 વર્ષની મહિલા ત્યાં આવેલા મનીષ કિરાના સ્ટોર પાસે અકળ કારણોસર એસીડ પી જતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવતા પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.
ટીકર ગામે નદીના પુલ પાસેથી બાઈક લઈને જતી વખતે અચાનક કુતરૂ આડુ ઉતરતા સંકેત મહેશભાઈ હડીયલ (22)ને ઈજાઓ થઈ હતી. તેમજ ભાઈ સાથે બાઈકમાં જતી વખતે લખધીરપુર રોડના ઢાળ પાસે પડી જતા પગના ભાગે ફ્રેકચર સાથે જગદીશ રાઘવજી છેલાણીયા નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મુળ ધ્રાંગધ્રા હાલ ખાખરેચી તા.માળીયા (મીં) જી. મોરબીનો રહેવાસી જીજ્ઞેશ બળદેવભાઈ દલસાણીયા (33) નામનો યુવાન મહેન્દ્રનગર ચોકડી પાસે હતો ત્યાં રીક્ષાવાળાએ પગ ઉપર ટાયર ફેરવી દેતા સારવારમાં લઈ જવાયો હતો.
રામગઢ ગામે મેટાડોર ઉપર ગાયને ચડાવતા સમયે મેટાડોર ચાલુ થઈ જતા કૌશિક માવજી માકાસણા (39) રહે. ભકિત નિકેતન સોસાયટી મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. જયારે નવા જાંબુડીયા ગામે શિવ ઓટોપેક નામના યુનીટમાં કામ દરમ્યાન હાત મશીનમાં આવી જતા ગોલુભાઈ રામદયાલ યાદવ (20)ને ઓમ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
વાહન અકસ્માત
બાઈક આડે અચાનક ગાય આડી ઉતરવાથી વાહન સ્લીપ થઈ જતા સુનીલ કાનજીભાઈ (33) લીલાપર રોડ વાળાને સારવાર માટે લઈ જવાયો હતો. હળવદના સુખપર ગામે બાઈકમાંથી નીચે પડી જતા પમુબેન કનુભાઈ રજપુત (81)ને સારવાર માટે લવાયા હતા. તો ટંકારાના રાભીયાબેન જુમાભાઈ સોહરવદી (66) ગામમાં બાઈક પાછળથી પડી જતા દવાખાને લવાયા હતા. અને કારખાનેથી પરત ઘરે જતા વખતે બાઈક આડે ભુંડ ઉતરતા મેહુલ માવજીભાઈ ધોરીયાણી (27)ને દવાખાને ખસેડાયો હતો.
મહેન્દ્રનગર અકસ્માત
મહેન્દ્રનગર ગામે રહેતો રાજેશ અનીલભાઈ ભોજવીયા (40) ગામના ઝાંપા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે અકસ્માત સર્જાતા સારવારમાં લઈ જવાયો હતો. લીલાપર રોડ સ્મશાન પાસે બાઈકમાંથી પડી જતા ત્યાં ગૌશાળા નજીક રહેતા ભાવનાબેન અજયભાઈ કેસરીયા (35)ને સારવારમાં લઈ જવાયા હતા. તેમજ શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં બાલાજી હાઈટમાં રહેતા સવિતાબેન લાલજીભાઈ ચાડમીયા (83)ને હરભોલે ડેરી નજીક બાઈકમાંથી પડી જતા દવાખાને ખસેડાયા હતા.
વીસીપરા મારામારી
મોરબી વિસીપરામાં થયેલ મારામારીમાં ઈજાઓ થતા સતાર ઉમરભાઈ જેડા મીંયાણા (34) રહે. નવાગામ તા.માળીયા (મીં) મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વિસીપરાના જાકીર હબીબ જેડા, શાબીર જાકીરભાઈ જેડા, કારો જાકીરભાઈ જેડા તથા એક અજાણ્યો ઈસમ એમ ચારેક લોકોએ સતારભાઈને માથા સહિતના ભાગે માર મારેલ છે.
