મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત નંદ-ઉત્સવ ઉજવાયો
મોરબીના બેલા ગામે પાણીની કુંડીમાં ડુબી જતા બાળકીનું મોત
SHARE








મોરબીના બેલા ગામે પાણીની કુંડીમાં ડુબી જતા બાળકીનું મોત
મોરબીના બેલા ગામે આવેલ ઈન્વેન્ટા પ્રિન્ટપેક નામના યુનીટમાં મજુરી કામ કરતા પરીવારની અર્ચના રામભાઈ અયોધ્યા બ્રાહ્મણ (ઉ.7) નામની બાળકી યુનીટની પાછળ આવેલ પાણીની કુંડીમાં પડી જતા ડુબી જવાથી બાળકીનું મોત નિપજયું હતું. તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે.
જયારે વાંકાનેરના રહેવાસી સબાનાબેન દિલીપભાઈ શેરસીયા (41) નામની મહિલાને રફાળેશ્વર ખોડીયાર મંદિર પાસે મારામારીમાં ઈજા થતા સિવિલે લવાયા હતા. અને વિંછીયા તાલુકાના મોઢુકા ગામના રવિ માવજીભાઈ તાવીયા (24) નામના યુવાનને અત્રેના રફાળેશ્વર ગામે સોકા કંપની નજીક મારામારીમાં ઈજા થતા શિવમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.
વૃધ્ધ સારવારમાં
રવાપર રોડ નિર્મલ સ્કુલ પાસે બાઈક સ્લીપ થતા નરભેરામભાઈ ભીમજીભાઈ મસોત (56) રહે. હરીહર સોસાયટી ઉમીયા ચોકને સારવારમાં ખસેડાયા હતા. તો શાંતાબેન રાઘવજીભાઈ ફુલતરીયા (82) રહે. ભકિત નિકેતન સોસા. કેનાલ રોડને ઓમ ઓર્થો. હોસ્પીટલે ખસેડાયા હતા. તેમજ શનાળા રોડ ભકિતનગર સર્કલ પાસે બાઈક સ્લીપના બનાવમાં વિનોદ લખમણભાઈ ડાભી (32) રહે. ઘુડનીવાડી શનાળા રોડને સારવારમાં લઈ જવાયો હતો.
યુવાન સારવારમાં
માળીયા (મીં)ના ખાખરેચી ગામે રેલ્વે ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા વિષ્ણુ ભગવાનજી ધામેચા (19)ને સારવારમાં લઈ જવાયો હતો. જયારે નાના જડેશ્વર અને સજનપર વચ્ચે બે બાઈક સામસામે ટકારાતા સુખરામ બાલાભાઈ બારૈયા (33) (રહે. નવાગામ મોરબી) અને પીન્ટુ દેવજી બારૈયા (25) રહે. તીથવા વાંકાનેરને સારવારમાં મોરબી લવાયા હતા. તેમજ વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે બાઈકમાંથી નીચે પડી જતા પલ્લવીબેન અનીલકુમાર શાસ્ત્રી રહે. ચોટીલાને ઈજા થતા દવાખાને લવાયા હતા.
વૃધ્ધા સારવારમાં
હળવદના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા સમજુબેન હરજીભાઈ સોનગ્રા (63)ને મંદિરે જતા સમયે અજાણ્યા વાહન હડફેટે ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ માલવણ (ધ્રાંગધ્રા)ના રહેવાસી જલુબેન ભુવનભાઈ કોળી (58)ને ગામ નજીક બાઈકમાંથી પડી જતા સારવારમાં અત્રે લવાયા હતા. અને પોરબંદરના રાણાવાવ તાલુકાના કોયબા ગામના દેવીબેન લક્ષ્મણભાઈ રાતડીયા (60)ને કોયબા રાણા કંડોરણા વચ્ચે બાઈક સ્લીપના બનાવમાં ઈજા થતા સારવારમાં લવાયા હતા.
દંપતી સારવારમાં
જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી જતા ગોવિંદભાઈ કુંવરજીભાઈ કંઝારીયા (55) અને શાંતાબેન ગોવિંદભાઈ (52) રહે. શનાળા વાડી વિસ્તારને સારવારમાં લઈ જવાયા હતા. તેમજ મોરબી મચ્છુનગરમાં રહેતા અર્જુન લક્ષ્મણભાઈ સિંધવ (20)ને જડેશ્વરના મેળામાં મારામારીમાં ઈજા થતા દવાખાને લઈ જવાયો હતો. તો કાંતાબેન ગોકળભાઈ પરમાર (51) રહે. રોકડીયા હનુમાન પાસે નવલખી રોડને શનાળા બાયપાસ વિરાટ હોટલ પાસે બાઈકમાંથી પડી જતા સારવારમાં ખસેડાયા હતા.
