મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડ-ઓવરલોડ વાહનો ઉપર લગામ મૂકવા આપની માંગ
મોરબીમાં પોકસો, અપહરણ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના કેસમાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
SHARE








મોરબીમાં પોકસો, અપહરણ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના કેસમાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
મોરબીમાં પોકસો, અપહરણ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના કેસના આરોપી અંકીતભાઈ રાજેશભાઈ ડાભીનો જામીન પર છુટકારો થયેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ છે કે, આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભીનાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ મોબાઈલ ફોનમાં ઈન્સટાગ્રામ મેસેજ કરી સંપર્ક કરી ધમકી આપી વોટસઅય તથા ઈન્સટાગ્રામ ઉપર વારંવાર મેસેજ કરી મળવા બોલાવી પીછો કરી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી સાથે બળજબરી પુર્વક બે વખત સંભોગ કરી ફોટા વાયરલ કરી ફરીયાદીની દીકરીની સગાઈ તોડાવી નાખી તે બાબતનો ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી અંકીત રાજેશભાઈ ડાભીની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી અંકીત રાજેશભાઈ ડાભીએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને ફરીયાદીની સગીર વયની દીકરી તથા આરોપી વચ્ચે થયેલ વોટસઅપ ચેટ રજુ કરેલ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને સુપ્રીમ કોર્ટનુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ અને ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર તથા આરોપી વચ્ચે વોટસઅપમાં થયેલ વાતચીતને ધ્યાને લઈ આરોપી તથા ભોગબનનાર વચ્ચે પ્રેમ સંબંધ છે અને ભોગ બનનારે આરોપી સાથે સંબંધ રાખવા માટે વધુ રસ ધરાવે છે તે જણાય આવતાં તમામ સંજોગો ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.
