વાંકાનેર દોશી કોલેજનાં દસ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેશે
મોરબીના સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા સવલતો આપવી જરૂરી: લાલજીભાઈ મહેતા
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા સવલતો આપવી જરૂરી: લાલજીભાઈ મહેતા
મોરબીની કમનશીબી છે કે સમગ્ર દેશમાં વધારે ટેકસ ભરતો સીરામીક ઉદ્યોગ હાલક ડોલક થઇ ગયો છે ગુજરાત ગેસ કંપનીની મનમાનીથી ઉદ્યોગપતિ નારાજ છે ગુજરાતમાં અન્ય જગ્યામાં સાડા દશ રૂપિયા ભાવ છે ત્યારે મોરબીમાં પંચાવન રૂપિયાથી વધુ ભાવ હોય તેવું જાણવા મળેલ છે જે ઉદ્યોગોને એગ્રીમેન્ટ પુરો થઇ ગયો હોય તેમને બીજેથી ગેસ લેવા દેવામાં આવતો નથી અને ગ્રાહકને પુરતો ગેસ મળે છે કે નહી તેનુ પ્રમાણ નથી તેમજ ગેસ આવ્યા પછી તોલમાપ ખાતુ આ બાબતમાં ઉંઘમાં છે વેપારીના વાર્ષિક કાંટાની તપાસણી થાય પણ ગેસ ગ્રાહકને પુરતો ગેસ મળે છે કે નહીં તેની તપાસણી થાય કે નહી ? મોરબીની સીરામીક ઉદ્યોગની સાચી જાણકારી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક કમીટી બનાવી તપાસ કરાવવામાં આવે તેવી રજુઆત મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ છે
મોરબી સીરામીક ઉદ્યોગ નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ગેસના ભાવમાં વધરો વારંવાર કરવામાં આવતો હોવાથી ઘણાં કારખાના બંધ થઇ રહ્યાં છે ઉદ્યોગપતિને ઉદ્યોગ ચલાવવા માટે સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી ગુજરાતની અન્ય જગ્યાએ ગેસ કંપની દ્વારા સાડા દશ રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવે છે જો કે, મોરબીમાં પંચાવન રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવે છે જો બીજી ગેસ કંપનીને અહી ગેસ સપ્લાઈ કરવાની છૂટ આપવામાં આવે તો અહીના ઉદ્યોગકારોને ફાયદો થાય તેમ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જો વડાપ્રધાનને મોરબીના સીરામીક ઉદ્યોગને ટકાવવો હોય તો અંગત રસ લઇને સવલતો આપવી જોઈએ જો આવુંને આવુ ચાલશે તો સીરામીક ઉદ્યોગ ભાંગી જશે ઘણાં ખરા કારખાના બંધ થતાં જાય છે અને મોરબી સીરામીકના નિષ્ણાંત માણસો પાસે અભિપ્રાય માંગવો જોઇએ અગરતો એક કમીટી બનાવીને સીરામીકના પ્રશ્નનો મંગાવવા જોઇએ દેશની કોઈપણ વીકટ સમસ્યા જેવી કે ધરતીકંપ, પુરહોનારત, અન્ય વખતે સીરામીક ઉદ્યોગ સરકારની પડખે ઉભો હોય છે હાલે નબળી સ્થીતીમાં સરકારે ઉદ્યોગની પડખે ઉભું રહેવું જોઈએ તેવું મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ જણાવ્યુ છે