ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત


SHARE











મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત

મોરબી તાલુકાના બે જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના બે બનાવ બનેલ હતા જેમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત નીપજયું છે જેથી બંને બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ જસમતગઢ ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પીઠાભાઈ ભીમાભાઇ ગોહિલ (60) રહે. મારુતિ પાર્ક સોસાયટી પીપળી ગામ વાળાનું મોત નીપજયું હતું આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી અને વધુમાં તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ નોકરી ઉપરથી ઘરે જતાં હતા ત્યારે પેટ્રોલ પંપેથી તેના  વાહનમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે તેના બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું

જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબી તાલુકાના અણીયારી ચોકડીથી માળિયા બાજુ જતા રસ્તે બન્યો હતો જેમાં ડબલ સવારી બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં વિકાસ રામજતભાઈ સેન (25) રહે. અણીયારી ચોકડી મામા લેમીનેટ કારખાના પાસે તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે. બડાગામ તાલુકો સુહાગી જીલ્લો રિવા મધ્યપ્રદેશ નામના યુવાનનું અકસ્માત બનાવમાં મૃત્યુ નીપજ્યું હતું.

જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા આ બનાવની હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા આર.આર.મિયાત્રા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી જો કે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી હવે આગળની તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અને અન્ય મજૂર બાઇક ઉપર શાકભાજી લેવા માટે માળીયા જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News