વોટ ચોરી ગાદી છોડના નારાને બુલંદ બનાવવા મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધારણા
મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.
SHARE









મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.
મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સમશાન આવેલ છે.આ સ્મશાન પાસે ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.અહીં જ મોરબી સ્ટેટનું સમશાન પણ આવેલ છે.તેમજ ગોસ્વામી સમાજનું સમશાન પણ અહીં જ છે.
હાલમાં આ પુરાણું સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબને અગ્નિ સંસ્કાર દેવાનું હોય ત્યારે ખુબ જ મુશ્કેલી પડી રહી છે.આ સમશાનનું સંચાલન મોરબીની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે.આ સ્મશાનનો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તારના લોકો કરી રહ્યા છે.ત્યારે આ સમશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સ્મશાન બનવવામાં આવે તેમજ એક પ્રાર્થના હોલનું જો મહાનગર પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવે તો ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેમ છે.તો આ બાબતે પાલીકા દ્વારા ગ્રાન્ટ ફાળવીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્રારા મહા પાલીકાના કમિશ્નરને કરવામાં આવેલ છે.
