મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે આધેડ અને તેના ભત્રીજાને ત્રણ શ્ખ્સોએ માર માર્યો


SHARE









મોરબીના નવલખી રોડે આધેડ અને તેના ભત્રીજાને ત્રણ શ્ખ્સોએ માર માર્યો

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીક ફૂટપાથ ઉપર આધેડ પોતાના ભત્રીજા સાથે ઊભા હતા ત્યારે ત્રણ શખ્સોએ ત્યાં આવીને કુટુંબના પ્રશ્ને વાતચીત કરી મારા-મારી શરૂ કરી હતી અને લાકડી વડે ફરિયાદી તથા તેના ભત્રીજાને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આધેડ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે આવેલા હાઉસિંગ બોર્ડ નજીક ફૂટપાથ પર રહેતા ભરતભાઈ કરસનભાઈ સોલંકી જાતે દેવીપૂજક (ઉંમર ૫૦) પોતાના ભત્રીજા કિરીટની સાથે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે ફૂટપાથ ઉપર ઊભા હતા ત્યારે પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી જાતે દેવીપુજક, અર્જુન પ્રકાશભાઈ ગોસ્વામી જાતે દેવીપૂજક અને કિશન કાળુભાઈ દેવીપુજક રહે ત્રણેય હાલ મોરબી મૂળ રહે નવાગઢ જેતપુર વાળાએ ત્યાં આવીને તેની સાથે કુટુંબના પ્રશ્ને વાતચીત દરમિયાન મારામારી શરૂ કરી હતી અને પ્રકાશ ગોસ્વામીએ ત્યારે ફરિયાદીના ભત્રીજાને લાકડી વડે માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓને ધક્કામુક્કી કરીને તેને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા આધેડ દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે






Latest News