વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામના વૃદ્ધનું સારવારમાં મોત


SHARE













મોરબીના સનાળા ગામેના વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના સનાળા ગામે રહેતા વૃદ્ધ કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે ગોળીઓ પી ગયા હતા જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું બનાવની એ ડિવિઝન પીલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીનાઆગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે માટલા વાળી શેરી શક્તિ માતાજીના મંદિર સામે રહેતા ભુદરભાઈ છગનભાઈ ફુલતરીયા (60) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ગોળીઓ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીક આવેલ બ્લેકબેરી સીરામીક કારખાના પાસે મહાદેવ હોટલ સામે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બિરજુ (24) તથા એક અજાણ્યા 25 વર્ષના યુવાનને ઇજા થયેલ હતી જેથી તે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

માથામાં ઇજા

મોરબીના વાવડી ગામે રહેતો રોહિત વાલજીભાઈ (28) નામનો યુવાન ઘૂટું રોડ ઉપર આવેલ સ્મશાન પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી તેને માથાના ભાગે ઇજા થયેલ હતી. માટે ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News