મોરબીમાં દારૂની મોંઘીદાટ બોટલ સાથે બે શખ્સ પકડાયા: ટીકર ગામની સીમમાં દારૂની રેડ
SHARE







મોરબીમાં દારૂની મોંઘીદાટ બોટલ સાથે બે શખ્સ પકડાયા: ટીકર ગામની સીમમાં દારૂની રેડ
મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેને બંને પાસેથી દારૂની મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી દારૂને કબ્જે કરીને પોલીસે બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે રજવાડી ટી સ્ટોલ નજીકથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1800 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે કરણભાઈ ઉર્ફે રવિ ભોજાભાઇ પરમાર (20) રહે. સરાણીયાવાસ શક્તિ ચેમ્બર સામે નેશનલ હાઈવે રોડ મોરબી વાળાની ધરપકડા કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મમુભાઈ અખિયાણી (31) રહે. નેશનલ હાઈવે રોડ સિરામિક સીટી અવધ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
ટીકર ગામની સીમમાં દારૂની રેડ
હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં ગુંદરાણી તળાવની પાળ પાસે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય આ માલ નરેશભાઈ ધરમશીભાઈ કોળી રહે. ટીકર તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
