મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE







મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી તાલુકાના ઉચી માંડલ ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તો બીજા બનાવમાં બેલા ગામની સીમમાં કારખાનાની પાછળના ભાગમાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં આઇબીસ સ્માર્ટ મારબલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંદીપકુમાર તુલસીભાઈ (21) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ નંદરામભાઇ મેસવાણીયા ચલાવી રહ્યા છે.
જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ સનફ્લોર સિરામિકની પાછળના ભાગે વિશ્વરામસિંગ અલીસિંગ ઠાકોર (35) રહે. ઇગ્લીશ સીરામીક બેલા વાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના પત્ની ગોવરાબેન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા મનહરભાઈ વસ્તાભાઈ રાંકજા (62) નામના વૃદ્ધ બાઈક ઉપર નસીતપર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાળક સારવારમાં
ટંકારામાં પીડબ્લ્યુડીના બંગલાની પાછળના ભાગમાં રહેતા હનીફભાઈ આગરીયાનો દસ વર્ષનો દીકરો મુસ્તુફા સાયકલ લઈને જતો હતો ત્યારે ઘર પાસે સાયકલ ઉપરથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
