મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે રહેતા યુવાને અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના બગથળા ગામે રહેતા યુવાને અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના બગથળા ગામે બબીતાનગર વાડી વિસ્તારમાં યુવાન કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે બબીતાનગરમાં રહેતા વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (40) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને જીતેન્દ્રભાઈ સરવૈયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસિને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

મશીનમાં હાથ આવી ગયો

મોરબીમાં આવેલ લાતી પ્લોટમાં જલારામ ઓઇલ મીલ પાછળ રહેતા દિલીપભાઈ મોહનભાઈ કંઝારીયા (31) નામના યુવાનનો રાજપર રોડ ઉપર આવેલ ઇન્ડેક્સ ક્લોક પાસે મશીનમાં ડાબો હાથ આવી જવાના કારણે તેને હાથમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા કેતનભાઇ જગદીશભાઈ વ્યાસ (41) નામના યુવાનનું બાઈક રવાપર નદી ગામ નજીક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં તેને ઈજા થઇ હતી જેથી તે યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News