મોરબીના નવી પીપળી ગામે યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE







મોરબીના નવી પીપળી ગામે યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના નવી પીપળી ગામે શાંતિનગરમાં રહેતા યુવાને કોઈ કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડીયા (42)એ ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક તેના સંબંધી કિરીટભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ગણેશ પાર્કમાં રહેતા નવીનકુમાર (36) નામનો યુવાન મોરબીના મકનસર ગામ પાસે આરટીઓ ઓફિસ નજીકથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાઇક સ્લીપ
મોરબીના લાલપર ગામે રહેતા બાબુભાઈ ભોમાભાઈ ભરવાડ (37) નામનો યુવાન શોભેશ્વર રોડ ઉપરથી બાઈકમાં જઈ રહ્યો હતો દરમિયાન બાઇક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
