મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા (મીં.)માં દેશીદારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની રેડ: 570 લિટર દારૂ સહિત 1.89 લાખનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ
SHARE







માળીયા (મીં.)માં દેશીદારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની રેડ: 570 લિટર દારૂ સહિત 1.89 લાખનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ
માળીયા (મીં.)ના વાડા વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 570 લિટર દેશીદારૂ, 3000 લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1.89 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હજાર ન હોવાથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના એસપી મુકેશ પટેલની સૂચના મુજબ જીલ્લામાં ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી છે તેવામાં હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં હકીકત મળેલ હતી કે, જાકીર ઉર્ફે જાકો અકબરભાઈ માલાણી રહે. માલાણી શેરી માળીયા મીંયાણા વાળો માળીયા મીંયાણા વાડા વિસ્તાર પાણીના ખાડા પાસે બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે જેથી હકીકત આધારે રેઇડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 570 લિટર દેશી દારૂ જેની કિંમત 1.14 લાખ અને 3000 લિટર દેશીદારૂ બનાવવાનો આથો જેની કિંમત 75000 આમ કુલ મળીને 1.89 લાખનો મુદામાલ પોલીસે સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો. જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી જાકીર ઉર્ફે જાકો અકબરભાઇ માલાણી રહે. માલાણી શેરી માળીયા મીંયાણા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
