મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ


SHARE













મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ

મોરબીના લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીન ઉપર ૪૦૦ આવાસોનું નિર્માણ સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે કરવામાં આવ્યું છે અને IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસોનો તા ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે.

મોરબીમાં બનેલ આવાસનો કોમ્પ્યુટર આધારિત ડ્રો કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓને કવાર્ટર મળેલ હોય તેઓને એક આવાસ દીઠ લાભાર્થી૫૧૦૦૦ રૂપિયા મોરબી મહાનગરપાલિકામાં જમા કરાવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરાવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા.૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં આપની બાકી રહેતી પૂરેપૂરી રકમ અથવા તો માસિક હપ્તેથી રકમ ૫૦૦૦ ભરીને સંપૂર્ણ રકમ ભરપાઈ કરવા મોરબી મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે અને જે લાભાર્થીઓ દ્વારા તેના આવાસ પેટેની રકમ ૫૧૦૦૦ જમા થયેલ હશે તેવા લાભાર્થીઓને ફાળવણીપત્ર આપીને કબજો સોપવામાં આવશે તેવું મોરબી મહાપાલિકા શાખા અધ્યક્ષ (આવાસ) દ્વારા જણાવવામાં આવ્યું છે.




Latest News