મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાંથી બાળકનું અપહરણ
SHARE







મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાંથી બાળકનું અપહરણ
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા યુવાનના પોણા બાર વર્ષના દીકરાનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના વરડુસર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે સરકારી સ્કૂલની બાજુમાં રહેતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ (34)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો યસ ઉર્ફે ધવલ ગોપાલભાઈ રાઠોડ 11 વર્ષ 10 મહિના વાળો ગત તા. 22/8/2025 ના રાત્રીના આઠેક વાગ્યાના સમયમાં તેઓના ઘરે હતો ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના દીકરાનું અપહરણ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રામસિંહ પાલ (50) નામના આધેડ બાઈક ઉપર સર્કિટ હાઉસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
