મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની આરતીનો લાભ લેતા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલા


SHARE













મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની આરતીનો લાભ લેતા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસ.પી. રોડ ઉપર અરવિંદભાઈ બારૈયા અને તેની ટીમે દર વર્ષની જેમ આ વર્ષે પણ "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અને ત્યાં વધુમાં વધુ ભક્તો દર્શન અને આરતીનો લાભ મળે તેના માટે સિધ્ધી વિનાયક કા રાજા માં જુદાજુદા બે સમયે આરતી કરવામાં આવે છે. જો કે, ગુરુવારે મોરબીમાં સરકારી કાર્યક્રમમાં આવેલ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઇ રૂપાલા "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવના પાંડલમાં પહોચ્યા હતા ત્યારે અરવિંદભાઇ બારૈયા અને ઓમ બારૈયા તેમજ બારૈયા પરિવાર દ્વારા તેઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પરસોતમભાઇ રૂપાલાએ ગણેશજીની આરતીનો લાભ લીધો હતો ત્યારે તેઓની સાથે ટંકરના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાજયુભા જાડેજા, જયંતીભાઈ પટેલ, રિશીપભાઈ કૈલા, ભૂપતભાઇ જારીયા, જિગ્નેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, જયદીપભાઈ કંડિયા, બાબુભાઇ પરમાર, ભાવનાબેન કૈલા, ભાવાનભાઇ ભાગીયા સહિતના આગેવાનો જોડાયા હતા. અને આ ભવ્ય ગણેશોત્સવના આયોજન બદલ પરસોતમભાઇ રૂપાલાએ અરવિંદભાઇ બારૈયા અને તેઓની ટીમને બિરદાવી હતી.






Latest News