મોરબી જિલ્લા કક્ષાનો ઈનોવેશન શેરિંગ વર્કશોપ ગ્રીન વેલી સ્કૂલ ખાતે યોજાયો
SHARE
મોરબી જિલ્લા કક્ષાનો ઈનોવેશન શેરિંગ વર્કશોપ ગ્રીન વેલી સ્કૂલ ખાતે યોજાયો
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન શેરિંગ વર્કશોપ ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ ખાતે યોજાયો હતો.આ ઈનોવેશન શેરિંગ વર્કશોપમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ૧૦૦ કરતા વધુ શિક્ષકો જોડાયા હતા.વર્કશોપમાં શિક્ષકોને શિક્ષણમાં થતા નવાચાર વિશે માહિતગાર કરાયા હતા તેમજ અગાઉના વર્ષોમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગ અન્ય શિક્ષકો સામે રજૂ કર્યા હતા. સાથે આગામી સમયમાં યોજાનાર મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોએ પોતે પોતાની શાળામાં કરેલ નવતર પ્રયોગને રજૂ કરી અન્ય માટે પ્રેરણારૂપ બનવા માટે ખાસ મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું.વર્કશોપમાં પાંચોટીયા જિતેન્દ્રભાઈ, બદ્રકિયા અનિલભાઈ, ગોધાણી બેચરભાઈ, દલસાણીયા વિજયભાઈ, તન્ના અમિતભાઈ, અને વાટકીયા પ્રવિણભાઈએ તજજ્ઞ તરીકેની કામગીરી કરી હતી.વર્કશોપને સફળ બનાવવા રાજકોટ ડાયેટના ડૉ.ગંગાબેન વાઘેલા, ડૉ.નિશાતબેન બાબી તેમજ ડૉ.પ્રશાંતભાઈ અંબાસણાએ પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.