મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી
આગેવાનોના પ્રયાસો છતાં મોરબી જીલ્લામાં સમરસ પંચાયતોમાં ૨૦૧૬ ની સરખામણીમાં હાલમાં ૨૩ ઘટી !
SHARE
આગેવાનોના પ્રયાસો છતાં મોરબી જીલ્લામાં સમરસ પંચાયતોમાં ૨૦૧૬ ની સરખામણીમાં હાલમાં ૨૩ ઘટી !
ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી મોરબી જિલ્લાના હોવાથી આ વખતે મોરબી જિલ્લામાં છેલ્લે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી કરતાં પણ વધુ સમરસ ગ્રામ પંચાયતો બને તેના માટે તેને ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ ગામના આગેવાનો, વડીલો અને યુવાનોને કામે લગાડવામાં આવ્યા હતા પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી કરતાં આ વખતે ૨૩ ગ્રામ પંચાયતો સમરસમાં ઘટી છે એટલે કે વર્ષ ૨૦૧૬ માં યોજાયેલ ચૂંટણીમાં ૦૫ ગ્રામ પંચાયતો સમરસ હતી જોકે આ વખતે ૨૦૨૧ માં યોજાઇ રહેલી ચૂંટણીમાં માત્ર ૭૨ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે
સમગ્ર રાજ્યની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજાઈ અને સમરસ ગ્રામ પંચાયત બને તે માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતની હદમાં વિકાસ કાર્યો કરવા માટે વિશેષ ગ્રાન્ટ આપવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ઘણા ગામો એવા છે કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે અને ચૂંટણી યોજાયા બાદ જ ગામમાં સરપંચ અને સભ્યો નક્કી કરવામાં આવતા હોય છે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાંથી આ વખતે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેના માટે ભાજપની સમગ્ર ટીમ તેમજ જુદા જુદા ગામના આગેવાનો, હોદ્દેદારો અને યુવાનોને સમજાવવા અને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં આ વખતે છેલ્લે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી કરતાં સમરસ ગ્રામ પંચાયત સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે
ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે માટે મોરબી જિલ્લામાંથી આ વખતે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેના માટે થઈને સમગ્ર ભાજપ પરિવાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આજની તારીખે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના સ્થાનિક અધિકારીઓ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વર્ષ ૨૦૧૬ ની અંદર મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કુલ મળીને ૯૫ ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી હતી જોકે હાલમાં ૨૦૨૧ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને હવે જ્યારે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે ત્યારે મોરબી જિલ્લામાં ૭૨ ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે એટલે કે છેલ્લે યોજાઇ ચૂંટણી કરતાં આ વખતે ૨૩ ગ્રામ પંચાયતો ઘટી છે
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જે ગ્રામ પંચાયતની સંખ્યા ઘટી છે તેમાં વાંકાનેરમાં પાંચ, માળિયામાં આઠ, ટંકારામાં છ અને હળવદમાં સાત ગ્રામ પંચાયતો છેલ્લે યોજાઇ ચૂંટણી કરતા ઓછી સમરસ થયેલ છે જોકે મોરબી તાલુકાની વાત કરીએ તો મોરબી તાલુકામાં વર્ષ ૨૦૧૬ ની અંદર ૧૯ ગ્રામ પંચાયતો સમરસ બની હતી જોકે હાલમાં ૨૨ ગ્રામ પંચાયતો સમરસ બની છે એટલે કે મોરબી તાલુકાની અંદર વધુ ત્રણ ગામ સમસ્ત બનેલા છે આમ જોવા જઈએ તો મોરબી તાલુકા સિવાયના ચારેય તાલુકાની અંદર સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં ઘટાડો થયો છે તેના પાછળ ક્યાંકને ક્યાંક સ્થાનિક રાજકારણ જવાબદાર હોય તેવું ગામના આગેવાનો અને લોકોમાં ચર્ચાઇ રહ્યું છે