વાંકાનેરની જીનીયસ હાઈસ્કૂલમાં વ્યસનની જાગૃતિ માટે જુદીજુદી સ્પર્ધાઑ યોજાઇ
મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી
SHARE
મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી
દેશના પ્રથમ સીડીએસ બીપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયેલ હોય મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા પ્રથમ સીડીએસ બીપીન રાવત સહીતના દિવંગતોને કેન્ડલ પ્રગટાવીને નતમસ્તક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ બીપીન રાવત તેમના પત્ની મધુલીકા રાવત સહીત ૧૩ લોકોના મોત થયા હોય દેશભરમાં શોકનું મોજુ વ્યાપી ગયુ છે ત્યારે મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ શહેર યુવા ભાજપ દ્વારા તમામ દિવંગતોને કેન્ડલ પ્રગટાવીને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.હેલીકોપ્ટર દુર્ઘટનામાં બીપીન રાવત તેમના પત્ની મધુલીકા સહીત ૧૩ લોકોના મોત નિપજયા છે માટે મોરબીમાં એબીવીપી તેમજ યુવા ભાજપની ટીમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.હતી.આ તકે મોરબી શહેર ભાજપ મંત્રી રીષીપભાઇ કૈલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકાના ચેરમેન ભાવિકભાઈ જારીયા, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઇ અને હીતેષભાઇ, મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી ડી.ડી જાડેજા, સહપ્રભારી તરૂણભાઈ અઘારા, રાજકોટ જિલ્લા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય સુખદેવભાઈ દેલવાણીયા, યુવા મોરચાના ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઈ હુંબલ, અરૂણભાઇ રામાવત, અજયભાઈ કોટક, મિતુલભાઈ ધ્રાંગા તથા મંત્રી મનીષભાઈ કુંભારવાડિયા, શક્તિસિંહ જાડેજા,સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઇ ખાખરીયા, ધવલભાઈ ત્રિવેદી તથા કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તથા ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા અને ધ્યાનેશભાઇ રાવલ સહીતનાઓએ હાજર રહી શોકાંજલિ પાઠવી હતી.