ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મીં)ના દેવગઢ પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકો સારવારમાં


SHARE













મોરબી : માળીયા (મીં)ના દેવગઢ પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકો સારવારમાં 

મોરબીના માળીયા મીંયાણા તાલુકાના જુના દેવગઢ (જાજાસર) ગામે રહેતા ભરતભાઈ રૂપાભાઈ ધોળકીયા (38) અને કેશુભાઈ ખોડાભાઈ કોળી (67)ને સારવાર માટે મોરબી લવાયા હતા. રીક્ષામાં જતા સમયે રીક્ષા પલ્ટી મારી જતા બન્નેને ઈજાઓ પહોંચી હતી.

બનાવ દેવગઢ ગામ પાસે બનેલ હોય પોલીસે આગળની તપાસ કરી હતી. જયારે જેતપર રોડ પાવડીયારી પાસેના અલાસકા સિરામીક પાસે રહી મજુરી કામ કરતા સરદારભાઈ શંકરભાઈ જાટ (50)ને યુનીટમાં મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.

 જયારે હળવદ રોડ ઉંચી માંડલ પાસેના ઓરીન્ડા સિરામીકમાં બોઈલ મીલ લોડીંગ કરતા સમયે રસ્તો તુટી જતા ભોલાભાઈ (20) નામના યુવાનને કમર અને જમણા પગે ઈજા થતા સારવાર માટે શિવમ હોસ્પિટલે લવાયો હતો.

દવા પી જતા

 આમરણ (બેલા) રહેતા કાસમ આમદભાઈ જામ નામનો 34 વર્ષનો યુવાન મંદિર પાસે તેના ઘરે દવા પી જતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે લવાયો હતો તો ભડીયાદ રોડે નળીયાના કારખાના પાસે બાઈક સ્લીપ થઈ જતા ગીરધરભાઈ વાસુભાઈ સનુરા (58) રહે. ત્રાજપર સારવાર માટે ખસેડાયા હતા. તેમજ વાંકાનેરના કોઠારીયા (જડેશ્ર્વર)ના રહેવાસી મહિપતસિંહ પ્રતાપસિંહ ઝાલા (46)ને મારામારીમાં ઈજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 જયારે હળવદના વેગડવાવ ગામે વાડીએ દવા છાંટતા સમયે ચામડી પર અસર થતા જનકબેન પ્રતાપભાઈ પીપળીયા નામની 30 વર્ષની મહિલાને સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં

 રાજકોટની માધાપર ચોકડીએ કોઈ ઈસમે પથ્થર મારતા અલી નુરમહંમદ માણેક (45) રહે. કુલીનગર વીસીપરાને રાજકોટ પ્રાથમીક સારવાર આપીને હાલ અત્રેની સિવિલે એડમીટ કરાયો હતો.

જયારે ટંકારાના નાના ખીજડીયા ગામે જુની પ્રાથ.શાળા પાસે રહેતા જયલીબેન મહેશભાઈ (35) ઘરે કોઈ કારણસર એસીડ પી જતા સારવારમાં મોરબી લવાયા હતા. તેમજ ધ્રાંગધ્રાના વિરાણીયા ખાતે રહેતા હરીષસિંહ ઉદેસિંહ જાડેજા (81) નામના વૃધ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા. ત્યારે સ્લીપ થતા ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી લવાયા હતા.

આધેડ સારવારમાં

 છાત્રાલય રોડ બાલાજી ડેરી પાસે બાઈક ચાલકે હડફેટે લેતા દામજીભાઈ વાઘજીભાઈ પંચાસરા (77) રહે. શ્રીકુંજ સોસાયટીને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે ઘરે જાતે બ્લેડ વડે ચેકા મારી લેતા સનેશભાઈ શામજીભાઈ કુણપરા (14) રહે. રણછોડનગરને સારવારમાં સિવિલે લવાયો હતો. તો ગુ.હા. બોર્ડ સામાકાંઠે ગણેશ ડેરી નજીક વાહન સ્લીપ થઈ જતા ઈજા પામેલા નરસીભાઈ જેસીંગભાઈ સનુરા (45) રહે. ત્રાજપર ખારી વિસ્તારને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માત

 ખાનપર ગામે રહેતા નરભેરામભાઈ ગણેશભાઈ અમૃતીયા (56)નું બાઈક સ્લીપ થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપર પીપળી રોડ એબીસી સીરામીક પાસે આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા વાહન અકસ્માતમાં વિવેક રમેશભાઈ બાપલીયા (29) રહે. શનાળા રોડ મોરબીને સારવાર માટે ખસેડાયો હતો




Latest News