મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે STEM ક્ષેત્રમાં દીકરીઓના ઉતમ પ્રદર્શન અન્વયે વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે STEM ક્ષેત્રમાં દીકરીઓના ઉતમ પ્રદર્શન અન્વયે વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે STEM ક્ષેત્રમાં દીકરીઓના ઉત્તમ પ્રદર્શન અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ તથા પ્રગતિના માર્ગ પર મહિલાઓ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રમાં અવિસ્મરણીય સફળતા હાંસલ કરી રહી છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. નવીનતા, સંશોધન અને આધુનિક ટેકનોલોજીના વિકાસમાં મહિલાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.

મહિલાઓએ પરંપરાગત માન્યતાઓને પડકાર આપીને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પ્રભાવશાળી યોગદાન આપ્યું છે. આજે ભારતીય તથા વૈશ્વિક સ્તરે અનેક મહિલા વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેકનોલોજી નિષ્ણાતો અને ઈનોવેટર્સ દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો તથા ખાનગી ક્ષેત્રમાં મહિલાઓ અગ્રણી પદો પર કાર્યરત છે અને ભવિષ્યની પેઢીને પ્રેરણા પૂરી પાડી રહી છે, ત્યારે સરકાર તથા વિવિધ સંસ્થાઓ STEM ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રોત્સાહનાત્મક યોજનાઓ અમલમાં મૂકી રહી છે તે અંગે વિદ્યાર્થીનીઓને માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. Ane મહિલાઓનું આ ઉત્તમ પ્રદર્શન માત્ર તેમના વ્યક્તિગત વિકાસ પૂરતું નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રગતિનું પ્રતિક છે. ભવિષ્યમાં STEM ક્ષેત્રમાં વધુ મહિલાઓ આગળ આવી પોતાની પ્રતિભા દર્શાવે તેવા પ્રયત્નો સતત કરવામાં આવે છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસ તથા SHE ટીમ અંગે માહિતગાર કરી અંતમાં ATL લેબ (Atal Tinkering Lab) ની મુલાકાત કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News