મોરબીમાં 10 થી 12 જેટલા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
SHARE







મોરબીમાં 10 થી 12 જેટલા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર અને લાયન્સનગર વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દબાણ કરવામાં આવ્યું હતું અને તે દબાણ તોડી પાડવા માટે થઈને અગાઉ આસામીઓને નોટિસ આપી હતી તેમ છતાં પણ આસામી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા જેથી આજે દસથી બાર જેટલા કાચા પાકા દબાણોને સરકારી બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા અગાઉ જુદા જુદા વિસ્તારની અંદર કાચા પાકા દબાણોને તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હતી જોકે ચોમાસુ હોવાના કારણે છેલ્લા દિવસોથી ડિમોલેશનની કામગીરી બંધ રાખવામાં આવી હતી પરંતુ હવે લગભગ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે ડિમોલેશનનું શસ્ત્ર ફરી પાછું ઉગમ્યું છે. અને આજે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગર અને ગોકુળનગર વચ્ચેનો જે રસ્તો છે તે રસ્તા પાસે વોંકળાની જે જમીન હતી તે જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો કરી લેવામાં આવ્યા હતા અને તે દબાણોને આજે સરકારી બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, અગાઉ દબાણ કરનારાઓને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ તે લોકોએ પોતાના દબાણો દૂર કર્યા ન હતા જેથી આજે મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવીને જમીનને દબાણ મુક્ત કરેલ છે. અને પાકી ઓરડીઓ સહિત કુલ મળીને 10થી 12 જેટલા કાચા પાકા જે દબાણ હતા તેને તોડી પાડવામાં આવ્યા છે.
