વાંકાનેરના અગાભી પીપળીયા ગામે યુવાનની જમીન ઉપર દબાણ કરી લેનાર મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
મોરબી તાલુકાનાં રવાપરામાં સરપંચના સૌથી વધુ ૬ ઉમેદવાર: મલાઈદાર ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાની ઝંખના !
SHARE
મોરબી તાલુકાનાં રવાપરામાં સરપંચના સૌથી વધુ ૬ ઉમેદવાર: મલાઈદાર ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાની ઝંખના !
મોરબી તાલુકાના ૮૧ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે પૈકીના રવાપર ગામની અંદર સૌથી વધુ છ સરપંચ પદ માટેના ઉમેદવાર છે ત્યારે આગામી સમયમાં જે મતદાન કરવાનું છે તેમાં મતદારો દ્વારા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને પોતાના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટવાના છે તે જાણવાનો પ્રયાસ કરતાં રવાપરા ગામના લોકોએ તેઓની પ્રાથમિક સુવિધાઓને પૂરી કરી શકે તેવી બોડી ચૂંટણીમાં વિજેતા બને તેવી અપેક્ષા અને લાગણી વ્યક્ત કરેલ છે
મોરબી જિલ્લામાં કુલ મળીને ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી તે પૈકીના ૭૧ ગામની અંદર ગ્રામ પંચાયતો સમરસ બની ગઇ છે જેથી કરીને ત્યાં ચૂંટણી યોજાવાની નથી જોકે ૨૩૨ ગ્રામ પંચાયતોમાં આગામી તારીખ ૧૯ ના રોજ સરપંચ અને સભ્યો માટે યોજાનારી ચૂંટણીમાં મતદાન લોકો દ્વારા કરવામાં આવનાર છે અને જો ૨૩૨ ગામની વાત કરીએ તો તેમાં સૌથી વધુ મોરબી તાલુકાના રવાપરા ગામની અંદર સરપંચ પદના ઉમેદવારો છે જેમાં સરપંચ પદ માટે કુલ મળીને છ વ્યક્તિઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને રવાપરા ગામના ચૂંટણી અધિકારી વિપુલભાઈ જીવાણી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતુ કે, રવાપરા ગામ કે જે ગામની વસ્તી ૧૨,૯૦૦ કરતા વધુની છે
આ ગામના લોકો દ્વારા નવી બોડી પાસે કઈ અપેક્ષા છે તે જાણવા માટેનો પ્રયાસ કરતા ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામની અંદર સૌથી વધુ વસ્તી હોવા છતાં આજની તારીખે અનેક વિસ્તારમાં રોડ-રસ્તાના કામ કરવાના બાકી છે તે કામ ઝડપથી પૂરા કરવામાં આવે, ગામના વડીલો બેસી શકે તેમજ બાળકો રમી શકે તે પ્રકારે બાગ બગીચાની વ્યવસ્થાઓ જુદા જુદા વિસ્તારમાં ઊભી કરવામાં આવે, રવાપરા ગામ વિસ્તારની અંદર જુદી જુદી જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા દિવસની અંદર વધી ગયો છે ત્યારે રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી પણ નવી આવનાર બોડીના સરપંચ તેમજ સભ્યો દ્વારા કરવામાં આવે તેવી લાગણી અને માગણી ગામના લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
અત્રે ઉલેખનીય છે કે, રવાપરા વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં આ ગામના ઘણા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જાય છે જેથી કરીને લોકોને નુકશાની સહન કરવી પડે માટે માટે રવાપરા ગામમાં વરસાદી પાણીના નિકાલની આડે કોઈના પણ દબાણો હોય તો તેને દૂર કરીને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરવામાં આવે તેવી પણ લાગણી ગામના લોકોએ વ્યક્ત કરેલ છે તેની સાથોસાથ ગામની અંદર લોકોની તેમજ તેના જાનમાલની સલામતી માટે સીસીટીવી કેમેરાનું પણ આયોજન નવી બોડી દ્વારા કરવામાં આવે તે પણ લાગણી ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આગામી સમયમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યો લોકોની અપેક્ષા ઉપર કેટલા ખરા ઉતરશે કે નહીં તે તો સમય જ બતાવશે