મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો


SHARE



































મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો

મોરબીના રફાળેશ્વર ગામ નજીક હાઇવે ઉપર ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈકમાં બેઠેલ બંને વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજા પામેલ વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢનો રહેવાસી અને હાલ મોરબીના મકનસર ગામે નકલંગ પાર્ક સોસાયટીમાં રહેતા રવિભાઈ જગદીશભાઈ નારણીયા (31)એ ડમ્પર નંબર જીજે 36 ટી 9995 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદી તથા ખુમાનસિંહ રાઠોડ બંને ફરિયાદીના બાઈક નંબર જીજે 36 એડી 1070 લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જાંબુડીયા ગામથી મકનસર ગામ તરફ જતા હતા ત્યારે નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ નજીક ડમ્પર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ફરિયાદીને શરીરે ઈજાઓ થઈ હતી જ્યારે ખુમાનસિંહને બંને પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રવિભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂની 18 બોટલ સાથે એક પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 18 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2880 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કમલેશભાઈ રતિલાલભાઈ રાજા (58) રહે. સિવિલ હોસ્પિટલ પાસે ગાંધીચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News