હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત
SHARE







વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત
વાંકાનેરના સમઢીયાળા ગામની સીમમાંથી યુવાન ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ટ્રેક્ટર આડે ઢોર આવી ગયું હતું જેને બચાવવા જતા અકસ્માતે ટ્રેક્ટરનું ટાયર ખાડામાં ઉતરી ગયું હતું અને ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જે બનાવમાં યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા દેવકણભાઈ કડવાભાઈ સાપરા (34) ટ્રેક્ટર નંબર જીજે 36 એફ 7720 લઈને વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં ગુણવંતભાઈ ભરવાડની ખાણ નજીકથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ટ્રેક્ટરની આડે ઢોર આવી ગયું હતું જે ઢોરને બચાવવા જતાં અકસ્માતે ટ્રેક્ટરનું ટાયર ખાડામાં ઉતરી ગયું હતું અને ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં દેવકણભાઈ સાપરાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતુ અને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પ્રેમજીભાઈ કડવાભાઈ સાપરા (45) રહે. ગુંદાખડા તાલુકો વાંકાનેર વાળાએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન સારવારમાં
માળીયા મીયાણાના વાઢ વિસ્તારમાં રહેતા રણમલ દોસમામદ કટિયા (46) નામના યુવાને વાંઢ વિસ્તાર પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાઇક સ્લીપ
મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતો વિવેક રાજેશભાઈ ચૌહાણ (19) નામનો યુવાન બાઈક લઈને ચરાડવા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો જેથી બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
