મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત


SHARE











વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત

વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું મોત નીપજયું છે જો કે, ઇજા પામેલા બીજા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આઇસર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે એસ રના પેટ્રોલપંપની પાછળના ભાગમાં રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા (20) નામના યુવાને આઇસર નંબર જીજે 3 સીયું 7091 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા ગામ તરફ ફરિયાદી પોતાના બાઈક નંબર જીજે 1 યુઇ 2894 માં અનિલભાઈને પાછળ બેસાડીને જઈ રહ્યો હતો દરમિયાન વાંકાનેરથી વાકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આઇસર ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને રોડની કટ પાસે જોયા વગર વાહન લઈને નીકળતા રોડ ક્રોસ કરી રહેલ ફરિયાદીના બાઇકને આઇસરની ખાલી સાઈડમાં હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને પેટ, જમણા પગ અને શરીરે ઇજાઓ થઈ હતી અને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા અનિલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન અનિલભાઈનું મોત નીપજયું હતુ જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઈજા પામેલા રણજીતભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News