મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

રાજ્યસભાના સાંસદના અધ્યક્ષસ્થાને વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ માહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













રાજ્યસભાના સાંસદના અધ્યક્ષસ્થાને વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ માહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ- ૨૦૨૫ અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ કેસરીદેવસિંહ ઝાલાએ વાલીઓને મિલેટ્સ અને સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ દ્વારા વાલીઓને બાળકોને જંકફુડ અને મોબાઈલ દૂર રાખવા જણાવ્યું હતું. પોષણ ઉત્સવ  -૨૦૨૫ કાર્યક્રમમાં મીલેટ્સ સ્પર્ધા યોજાય કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત અને THR ની સક્સેસ સ્ટોરી અને  ભૂલકાઓ દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કિશોરી, બાળકો અને મિલેટસ્ વાનગી સ્પર્ધા ૧,૨,૩-THR વાનગી સ્પર્ધા ૧,૨,૩ નંબર મેળવેલ વર્કરને પ્રોત્સાહિત ભેટ સ્વરૂપે પોષણ કપ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ અને અગ્રણીઓ, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, મેડિકલ ઓફિસર (આયુર્વેદ), સીડીપીઓ,આંગણવાડી કાર્યકર, વાલીઓ હાજર રહ્યા હતા. ICDS ટીમએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News