મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓએ, નિવૃત અને નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓએ, નિવૃત અને નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં 16મો સરસ્વતી સન્માન સમારોહ મહેન્દ્રનગર રામવાડી ખાતે રાખવામા આવેલ હતો જેમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટ રજૂ કર્યા હતા. અને દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 90 વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં આહીર સમાજના 8 નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 21 જેટલા આહીર સમાજના નવનિયુક્ત ક્લાસ વન અને ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના સંત પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી માતાજી, રામબાઈ માં આશ્રમ મયુરનગરના મહંતા વ્રજ કિશોરીબેન દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, વિક્રમભાઈ ખુંગલા તેમજ પ્રવીણભાઈ ભેડા દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, દેવાભાઈ અવાડિયા, જેસંગભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ તેમજ ચંદુભાઈ લાવડીયા, ભરતભાઈ ડાવેરા પણ હાજર રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગી દાતા અરજણભાઈ મેરામભાઈ હુંબલ રહ્યા હતા.

આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ એવા અજયભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાંઆવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મંત્રી મયુરભાઈ ગજીયા માર્ગદર્શન હેઠળ તમામ કારોબારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. 




Latest News