મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રવિવારે સવારે ૫૦૧ કન્યાઓનું પૂજન અને શસ્ત્ર પૂજન કરશે


SHARE



























મોરબી જલારામ મંદિરે રવિવારે સવારે ૫૦૧ કન્યાઓનું પૂજન અને શસ્ત્ર પૂજન કરશે

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ હાજર રહેશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા.૨૮ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે શહેરના જલારામ ધામ ખાતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કન્યાઓના પૂજન બાદ દરેક કન્યાઓને લ્હાણી અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે. તેવી માહિતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના શહેર મંત્રી નિર્મિત કક્કડે આપેલ છે.






Latest News